
જુઓ ને આ ચીલો, લાગે છે રૂડો રૂપાળો
જાણે ઝાડ પર લટકે છે સુગરીનો માળો !
એની બેય બાજુ ફેલાઈ છે ભરી ભરી ડાંગર
જાણે ભોય પર પથરાઈ છે લીલીછમ ચાદર !
આ કણસલાંઓ તો મરક મરક મલકે છે
જાણે નાનકડું બાળક વિસ્મયથી છલકે છે !
આ ઝીણાં અમથાં દાણાઓ ડૂંડામાંથી ડોકિયાં કરે છે
જાણે નીઘલવાના ટાણાને મનમાં ને મનમાં માણ્યા કરે છે !
(નોધ: ચીલો એટલે ગાડાવાટ ને નીંઘલવું એટલે ડૂંડામાંથી દાણા બહાર આવવા.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો