ટ્રેન ન. 12934, કર્ણાવતી એકપ્રેસ સવારના લગભગ
સવાસાત વાગે વડોદરા વટાવીને ભરૂચ તરફ પૂરવેગે ધસમસી રહી છે. કોચ ન. ડી/5
માં હું "સામાન્ય ટીકીટ" સાથે હોવાને કારણે દરવાજા આગળ ઊભો ઊભો અંદરની
ગતિવિધિઓનું ઉત્કટતાથી નિરીક્ષણ કરી રહ્યો છું.
ટીકીટ ચેકર રાજેન્દ્રસીંગ પરમાર રોજિંદી ફરજના ભાગરૂપે મુસાફરોની ટીકીટ ચેક કરી રહ્યા છે. કોચમાં અધવચ્ચે પહોંચતા જ બરોબર રસ્તાની વચ્ચે પડેલા એક વજનદાર થેલા સાથે એમનો પગ અથડાય છે. માલિકની શોધ માટે જોરજોરથી ચાર પાંચ વાર બૂમો મારી જોઈ પણ કોઈ જવાબ મળતો નથી. ચિત્તાની ચપળતાથી એમણે ત્વરિત નિર્ણય લીધો ને ઝાઝી હો હા કર્યા વગર એ વજનદાર બેગને એમણે દરવાજા તરફ ખેચવાનું શરૂ કરી દીધું. મને આશ્ચર્ય સહિત આનંદ થયો કારણ આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હોય છે.
બરોબર મારી પાસે આવીને એ અટક્યા ને તરત જ એ શંકાસ્પદ બેગની તપાસ શરુ કરી. બેગ ખોલતાં જ મુસાફરોમાં હાસ્યની છોળો ઉઠી આવી કારણ એમાં બીજું કશું જ નહોતું પરંતુ મિલીટરી કેન્ટીનમાંથી ખરીદેલી સાબુ અને કોપરેલ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ હતી.
મુસાફરોનું હાસ્ય ઝટ સમે એમ નહોતું મેં પણ હસતાં હસતાં જ ટીકીટ ચેકર સામે હાથ લંબાવ્યો ને એમની ચપળતા અને સતર્કતા બદલ અભિનંદન પાઠવ્યા જેનો એમણે ત્વરિત પ્રતિભાવ પણ આપ્યો; "સતર્ક રહેવું એ મારો ધર્મ છે."
જય હો ! ભારતમાં આવા લોકો પણ વસે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો