પાંચ વર્ષના લગ્નજીવનને અંતે
મને જે સમજાયું એ આ છે;સારા પતિ કે પિતા બનવાની
કોઈ કાર્યશાળા કે તાલીમશાળા હોતી નથી.
અને જો હોય તો એ ઘર છે.
જીવન મજાનું છે ને માણવા જેવું છે. જીવનમાં કેટલાક અનુભવો એવા થાય છે કે જેમને હંમેશાં વાગોળ્યા કરવાનું મન થાય છે, બીજા સાથે વહેંચવાનું મન થાય છે. આવા જ કેટલાક ખટ્ટમીઠાં ને ગળચટ્ટા સંસ્મરણોને શબ્દોમાં મઢવાનો પ્રયાસ કરી રહ્યો છું. નોખો અંદાજ ને નોખો મિજાજ દર્શાવતા અનુભવોને મેં સહેતુ નીચે દર્શાવ્યા મુજબ અલગ અલગ વિભાગોમાં વહેંચી નાખ્યાં છે. જયારે આ બધાને એકસાથે એક સંપુટ તરીકે નિહાળું છું ત્યારે લાગે છે કે આ તો મારા મનની મિરાત છે.
નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો