25 જૂન, 2013

ઘર બાળીને તીરથ કરવા થોડું જવાય !

ગઈકાલે બાપુજીનો જન્મદિવસ હતો. એમણે છાસઠ પૂરા કર્યા એ અમારે માટે પણ આનંદ અને ઉમંગનો દિવસ હતો. સ્વાભાવિક રીતે જ એ દિવસ ઊજવણીનો હતો, ભેગા થઈને હળવા મળવાનો ને સુખદુખની બે વાતો કરવાનો હતો.
 
ઘરના બધાય જયારે ભેગા બેસીને ભોજન લઇ રહ્યા હતા ત્યારે હું સાપુતારાથી પાછો ફરી રહ્યો હતો. મારા કામમાં વ્યસ્ત હોવાને કારણે હું હાજર નહોતો રહેવાનો એની એમને આગોતરી જાણ હતી અને સંમતિ પણ હતી.
 
લગભગ દરેક વેળાએ આમ બને છે છતાં તેઓ હંમેશાં હસતા હસતા ટેકો આપતા રહે છે કારણ મારા કામ પ્રત્યે એમને માન છે ને મારા વિચારો અને વિચારસરણી પ્રત્યે એમને આદર છે.
 
આ મારું સદભાગ્ય છે કે મને ને મારા કાર્યને સમજી શકે એવા કુટુંબીજનો મને મળ્યા છે.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...