ગયા વર્ષે જાન્યુઆરી મહિનાની આખરમાં ટીમ પાધરીયાની પહેલી મીટીંગ પૂરી થયા
પછી ત્યાં હાજર રહેલા એક સંન્યાસીને જોઈને ટીમના દરેક સભ્યના હૃદયમાંથી
આનંદ અને આશ્ચર્ય સાથે એકસરખો ઉદગાર નીકળ્યો; "અરે ! આ તો આપણામાંનો જ એક છે!"
એમની એ લાગણીને સાચી ઠેરવતા હોય એમ એ સંન્યાસી પણ પાધરીયાની સ્વયંભૂ ચળવળમાં સ્વેચ્છાએ ઠેઠ સુધી ટકી પણ રહ્યા. સ્વચ્છતા અભિયાનમાં બગલાની પાંખ જેવો સફેદ ઝભ્ભો પહેરીને હાથમાં પાવડો પકડીને ગંદકી ઉલેચવામાં આગલે અડે રહ્યા ને અન્યોને શેર લોહી ચઢાવતા રહ્યા.
એ વ્યક્તિ એટલે વિચક્ષણ બુદ્ધિ અને વિલક્ષણ વિચારશક્તિ ધરાવનાર, સ્પષ્ટ વક્તા, દંભ અને પાખંડથી જોજનો દૂર રહેનાર, લોકાભિમુખ અભિગમ ધરાવનાર સરળ અને સહૃદયી સંન્યાસી આદરણીય ફા. અનિલ સેવરીન.
એમની પ્રખર ને પ્રચંડ બુદ્ધિપ્રતિભાની માત્ર સ્થાનિક કક્ષાએ જ નહિ બલ્કે રાષ્ટ્રીયકક્ષાએ પણ એટલા જ માન ને આદરસહિત નોધ લેવાય છે . કદાચ એટલે જ જીવનની અડધી સદી પૂરી કર્યા પછીય એમને અધ્યાત્મિક બાબતોમાં નિપુણતા મેળવવા માટે પુના ખાતે વધુ અભ્યાસ કરવા માટેનું નોતરું મળ્યું છે.
ફા. અનિલ આણંદ છોડીને જાય છે એ બહુ આનંદની વાત નથી પણ "સાધુ તો ચલતા ભલા" એ ન્યાયે સંન્યસ્ત જીવનમાં આગળ વધી રહ્યા છે ત્યારે બાકીના જીવનને પણ પોતાના આચાર ને વિચારો થકી દીપાવતા રહે એ જ અભ્યર્થનાઓ !

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો