વરસાદના વિરામ બાદ અચાનક મોટી સંખ્યામાં ગોકળગાય ધરતી પર ફરવા માંડતી જાણે આકાશમાંથી ઉડીને ન આવી હોય! લોકવાયકા પ્રમાણે તો એ આકાશમાંથી જ આવતી આથી જ એને પરમેશ્વરની ગાય તરીકે પણ ઓળખવામાં આવતી.
કદમાં નાજુક ને નમણી, શરીરનો રંગ લાલ અને બાહ્ય આવરણ એવું મુલાયમ ને આકર્ષક કે બાળપણમાં એને પકડવા માટે અમે દોડાદોડી કરી મેલતા. એકસાથે ઘણીબધી ગોકળગાય ને હથેળી પર મૂકી હોય તો જાણે ચમત્કાર ન થયો હોય એમ એજ હથેળી રેશમના ગાલીચા જેવી બની જતી. એનો સ્પર્શ પણ એવો મુલાયમ કે અમે એને શરીર પર ચાલવા દેતા. ધીમી અને રેવાળ ચાલે ચાલતી ગોકળગાય જેમજેમ આગળ વધતી જાય એમએમ રોમાંચના એક અનોખા વિશ્વમાં અમે જઈ પહોંચતા.
કમનસીબે, એ જ ગોકળગાયનું અસ્તિત્વ આજે માત્ર જોડણીકોશ પુરતું જ મર્યાદિત રહી ગયું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો