"પ્રભુનો યય યયકાર કરો" દૂરથી મને જોતાવેંત બેય હાથ પહોળા કરીને ગગનભેદી અવાજે એ અદલ સ્પેનીશ લહેકાવાળી ગુજરાતીમાં પોતાની ખુશી વ્યક્ત કરતા. પહેલીવાર એમને સાંભળનારને તો એમ જ લાગે કે આ સન્યાસી સાચે જ સ્પેન દેશના વતની હશે, રંગે રૂપેય પાછા ગોરા !
'યય યયકાર' સાંભળીને મનેય ચાનક ચઢતી ને હુંય એજ લહેકામાં વળતો જવાબ આપતો ને ધીમેધીમે વાતોની મહેફિલ 'સ્પેનીશ ગુજરાતી'માં જામતી. એમાં પાછા જાણીતા ઈતિહાસવિદ ને અમારા સાથી ફા.અનિલ સેવરીન પણ સહર્ષ જોડાતા ને ભૂતકાળના પોપડા ઉખેળવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપતા. હસી હસીને અમે ત્રણેય બેવડ વળી જતા ને કામનું ભારણ ક્યારે દૂર થઇ જતું એનું ભાન ન રહેતું.
આવા દિલદાર ને હસમુખા ફા.અનિલ હવે નથી રહ્યા ત્યારે 'યય યયકાર' બોલતા બોલતા ગળામાં ખાખરી બાઝી જાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો