12 સપ્ટે, 2013

પૂછતાં પૂછતાં પંડિત થવાય.


શિયાળાની સવારે મમ્મી ઠરીને ઘન થઇ ગયેલા કોપરેલને પ્રવાહી બનાવવા માટે ગરમ કરી રહી છે. લગભગ ત્રણ વર્ષનો તથ્ય આ ગતિવિધિને ધ્યાનથી નિહાળી રહ્યો છે. જેવું મમ્મી કોપરેલ હાથમાં લઈને એના માથામાં ઘસવાનું શરૂ કરે છે કે એનું મગજ દોડવા માંડે છે ને પછી એની આદત અનુસાર ઉપરાઉપરી પ્રશ્નોની ઝડી વરસાવવા માંડે છે.
"મમ્મી, આ કોપરેલ જામ કેમ થઇ જાય છે."
"બેટા, શિયાળામાં જયારે ઠંડી પડે ત્યારે કોપરેલ એનાં ગુણધર્મોને કારણે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ ધારણ કરે છે." મમ્મી પોતાની સમજણ પ્રમાણે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
"અચ્છા અચ્છા એમ વાત છે." એમ બોલીને એ પાછો વિચારમાં સરી જાય છે ને થોડી જ વારમાં મસમોટો બાઉન્સર ફેકે છે.
"કોપરેલ શિયાળામાં ઠરીને ઘન થઇ જાય છે પરંતુ ખાવાનું તેલ (સીંગતેલ) તો બારેમાસ એવું ને એવું જ રહે છે. આવું કેમ થાય છે?"
એનો તર્કભર્યો સવાલ સાંભળીને મમ્મી હેબતાઈ જાય છે ને મારી સામે જુએ છે. મારી પાસે એનો જવાબ હતો પરંતુ, હવે યક્ષપ્રશ્ન એ ઉભો થયો કે ભૌતિકશાસ્ત્રની એ વાત તથ્યને ગળે કેમ કરીને ઉતારવી.

આવી જ બીજી એક રસપ્રદ વાત. 

તથ્ય એ ચાર વર્ષ પૂરા કર્યા પછી ધીમેધીમે અંગ્રેજીમાં સરળ વાક્યો વાંચવાની શુભ શરૂઆત કરી દીધી છે. હું વાંચું છું ને પછી એ એને રીપીટ કરે છે. આમ, બેચાર વાક્યો વાંચ્યા પછી એની દિમાગની બત્તી સળગવા માંડે છે.
"આબ્બા, કેટલાક શબ્દોની આગળ 'એ' હોય છે તો વળી કેટલાકની આગળ 'એન' હોય છે, આવું શા માટે?"
"દીકરા, એ શબ્દોને અંગ્રેજીમાં આર્ટીકલ્સ તરીકે ઓળખવામાં આવે છે." આટલું કહીને મેં એને ત્રણે ત્રણ આર્ટીકલ્સનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એની વિગતે સમજણ આપવા માંડી.
અલબત, એનું મન બીજે ક્યાંક ગુચવાયેલું હતું જે થોડી જ વારમાં પ્રશ્ન્રરૂપે બહાર આવ્યું;" અંગ્રેજીમાં જ આર્ટીકલ્સ કેમ હોય છે? ગુજરાતીમાં તો આવું કશું હોતું નથી."

માથું ખંજવાળવા સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાયો નહિ કારણ, એનો જવાબ મારી પાસે નહોતો.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...