હાથમાં "એફ એન્ડ ડી" નામની બજારમાં નવી પ્રવેશેલી કંપનીના "2.1 સ્પીકર સિસ્ટમ"નું ખોખું લઈને ઘર ભણી પાછો વળી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક ભાંજગડીયો મિત્ર મળી ગયો.
"ક્યાં જઈ આવ્યા? શું લઈને આવ્યા?" ભાંજગડીયાએ પ્રશ્નોની ઝડી વરસાવી.
"સ્પીકર સિસ્ટમ." મેં ટૂંકમાં પૂરું કર્યું.
"અરે યાર! આવી ચાઇનીઝ વસ્તુ તો કાંઈ ખરીદાતી હશે ! સોનીની સિસ્ટમ લેવી જોઇને !" એણે મારા ખરીદીના ઉત્સાહ પર પાણી ફેરવવાની શરૂઆત કરી.
"સોનીમાં જે હોવું જોઈએ એ બધી જ સવલતો અને જરૂરિયાતો આમાં પણ છે જ તો પછી શા માટે ચાર ગણા રૂપિયા મારે વધારાના રોકવા જોઈએ ?" મેં મારી પસંદગીને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કર્યો.
"જો દોસ્ત, સોનીનો સેટ બેઠક રૂમમાં મૂક્યો હોય તો ઘરે આવનારા આંગતુકો આગળ આપણો વટ પડે વટ .. સમજ્યો !" એ જાણે સોનીનો બ્રાન્ડ એમ્બેસેડર હોય અને હું જાણે વેદિયો અને મૂરખ હોઉં એમ એ મને સમજાવવા માંડ્યો.
"અલ્યા ભાઈ, હું સંયુક્ત કુટુંબમાં રહું છું અને મારી રૂમ "ઓલ ઇન વન" છે જ્યાં કોઈ ભૂપોભાઈ પણ પ્રવેશવાનો નથી તો પછી વટ બટ પાડવાની વાત જ ક્યાં રહે છે." મેં વાસ્તવિકતાને રજૂ કરી.
"જો દોસ્ત, સોની એટલે સોની. ઈલેક્ટ્રોનિક ઉપકરણોની દુનિયામાં સોનીનો જોટો ના જડે." એ ગાંજ્યો જાય એમ નહોતો.
"અલ્યા પણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓની દુનિયામાં ટેકનોલોજી છાશવારે બદલાતી રહે છે ને આજે ખરીદેલું કાલે તો જૂનું થઇ જાય છે તો પછી શા માટે ન. 1 નો ખોટો આગ્રહ રાખવાનો ?" મેં સામી દલીલ કરી.
"તું એવો ને એવો રહ્યો. "બ્રાન્ડ વેલ્યુ"ની સમજણ તારામાં ક્યારેય નહિ આવે." મારા અહમ પર એણે સીધો ઘા કર્યો.
"ઠીક છે." વાત વધીને ભડકો થાય એ પહેલા મેં ત્યાંથી ચાલતી પકડવાનું મુનાસિબ માન્યું પણ મનમાં ને મનમાં એને ચોપડ્યા વિના ન જ રહેવાયું.
"રહેવા દે હવે તારી સોનીને તારી પાસે. તેલ પીવા જાય તારી બ્રાન્ડ વેલ્યુ."

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો