અઢીસો ગ્રામ કોબીજનો દડો મારા ભણી ગબડ્યો ત્યારથી મારી પનોતી બેઠી છે ને
મારે મને કમને અઠવાડિયામાં એકવાર સહકુટુંબ બકાલું લેવા જવું પડે છે .
શ્રીમતિજી ટામેટા ખરીદવામાં વ્યસ્ત હતા ને હું બાઘા મારવામાં કારણ શાકભાજીની ગુણવતા ને ભાવતાલમાં મને કઈ ગતાગમ પડતી નથી. બાજુના ઓટલા પર કંકોડાંના બે ઢગલા હતા. એકમાં તાજા (કુત્રિમ રંગ ચઢાવેલા)ને બીજામાં પાકી ગયેલા કંકોડાં હતા. તાજા કંકોડાં તો વેચાઈ જાય પણ આ પાકા કંકોડાં કોણ ખરીદશે એમ હું વિચારતો હતો ને ત્યાં જ એક આધેડ વયના બહેને આવીને કંકોડાંનો ભાવ પૂછ્યો.
"તાજા 60 રૂપિયે ને પાકા 20 રૂપિયે કિલો." ફેરિયાએ જવાબ આપ્યો.
"અઢી કિલો પાકા કંકોડાં આપી દો." શુભમ સરકારે સપનામાં જોયેલો સોનાનો ખજાનો જાણે પોતાના ભાગે ન આવી ગયો હોય એટલા આનંદમાં આવીને એ બહેન તો કંકોડાં ખરીદીને ચાલતા થયા પણ મને વિચારોના ચગડોળે ચઢાવતા ગયા.
"આ બહેન અઢી કિલો પાકા કંકોડાનું કરશે શું ?" આમ તો આ પ્રશ્ન રાષ્ટ્રનો પ્રાણપ્રશ્ન નથી ને કંઈ બહુ મોટી ચિંતાનો વિષય પણ નથી આમ છતાં મગજ વ્યસ્ત અને કસાયેલું રહે એ હેતુથી મેં વિચારવાનું શરૂ કર્યું ને ખાસ્સું મનોમંથન કર્યા પછી મને ત્રણ સંભાવનાઓ સૂઝી.
એક, એ બહેન દાંટ ખાવાની તૈયારી સાથે હિમતપૂર્વક એનું બે ત્રણ વાર શાક બનાવશે ને હોંશે હોંશે પતિ અને બાળકોને પીરસશે. ઝઘડો બગડો થાય તો સંભળાવી દેશે કે મોંઘવારીમાં તો પાકા કંકોડા જ પોસાય.
બે, સગા સંબંધીઓ, સોસાયટી આખીમાં ને ફેસબુક પર પોતાની સખીઓને એ બહેન કેવી રીતે 20 રૂપિયે કિલો કંકોડા જોખમ ઉઠાવીને લઇ આવ્યા એની વાત મરીમસાલા ભરી ભરીને કહેશે અને પછી મહિનાઓ સુધી પોતાને મળેલી "લાઈક્સ"ને ગણ્યા કરશે. શક્ય છે કે એમની સોસાયટીમાં "20 રૂપિયે કિલો કંકોડા લઇ આવનાર પ્રથમ સન્નારી" તરીકેનું બહુમાન એ બહેન ખાટી જાય.
ત્રણ, પાકા કંકોડાંનાં બિયાં સહિતનું ખાટુંમીઠું અથાણું નાખશે ને કદાચ પોતાના સ્નેહી સ્વજનોને પાર્સલમાં પરદેશ મોકલી આપશે.
મારું વિચાર વલોણું આગળ વધે એ પહેલા શ્રીમતીજીએ મને ઠોંસો માર્યો કારણ એમની ટામેટાની ખરીદી પૂરી થઇ ગઈ હતી અને હવે અમારે આગળ વધવાનું હતું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો