![]() |
ગયે અઠવાડિયે સવારે 7.50 વાગ્યે આણંદથી નવજીવનમાં પગ મૂક્યો. સદભાગ્યે, બેસવાની જગ્યા મળી ગઈ. આજુબાજુમાં નજર કરી તો જમણી બાજુએ ભણેલો ગણેલો યુવાન બેઠો હતો ને બાકીના બધા જ રાજસ્થાનના અભણ મારવાડીઓ જણાયા.વડોદરા બિલકુલ નજીક હતું ને ટીકીટ ચેકરે પ્રવેશ કર્યો. પેલા જુવાન સિવાય અમારા બધાની ટીકીટ બરોબર હતી.
" તમારી ટીકીટ સુપરફાસ્ટની નથી પરંતુ એક્સપ્રેસ ટ્રેનની છે માટે તમે આ ટ્રેનમાં મુસાફરી ન કરી શકો." ટીકીટ ચેકરે રસીદ કાઢવા માંડી.
"સર, બુકિંગ ક્લાર્ક પાસે મેં તો નવજીવનની ટીકીટ જ માંગી હતી. મને શું ખબર કે એ ટીકીટ આ ટ્રેનમાં નહિ ચાલે." યુવાને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.
"જુઓ મિત્ર, તમારી વાત તમે જાણો. તમે ભૂલ કરી છે એટલે તમારે દંડ તો ભરવો જ પડશે. ચેન્નઈ સુધીનું ભાડું 265 રૂ. થાય. ચાલો દંડ ભરી દો ." ચેકરે રસીદ બનાવવાનું શરૂ કરી દીધું.
અન્ય કોઈ ચારો ન બચતા યુવાને માથું નીચે નમાવીને દંડ ભરી દીધો.
"દોસ્ત, તમે નવજીવનની ટીકીટ શા માટે માંગી? તમારે સુપરફાસ્ટની ટીકીટ માંગવી હતી ને ! શું તમને ખબર નથી કે નવજીવન એ સુપરફાસ્ટ ટ્રેન છે?" એક અભણ મારવાડીએ ટીકીટ ચેકરના ગયા પછી એ યુવાનને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો