
'હા, હા, ચોક્કસ. ઘૂઘરા તો વળી ઘરે જ બનાવવાના હોય ને !' પરિણામનો લાંબો વિચાર કર્યા પહેલા જ મેં ટેકો જાહેર કરી દીધો કારણ ઘૂઘરા બનાવવાનું કામ ભારે માથાકૂટવાળું ને એમાં પણ ટેકાની જરૂર પડે જ. સૂકો મેવો કાતરવાથી મેં શુભ શરૂઆત કરી ને એમણે લોટ ગુંદવાથી.
'ચાલો ત્યારે તમે આ લોટની નાનીનાની ગોટીઓ વાળતા જાવ ને હું પૂરીઓ વણીને એમાં મસાલો ભરતી જાઉં.' હજી તો સુકો મેવો કાતરી નહોતો રહ્યો ને આગળનું ફરમાન છૂટ્યું. ટેકો જાહેર કર્યો હતો એટલે પાછી પાની કરવાનો પ્રશ્ન અસ્થાને હતો. ગોટીઓ વળવાનું આ કામ ખાસ્સી પંદરેક મિનીટ ચાલ્યું.
'હવે કાંસકો લઇ આવીને કલકલ બનાવવાનો પ્રયત્ન કરી જુઓ.' પૂરીઓ વણતાં વણતાં એમણે મને ત્રીજું કામ સોંપી દીધું ને મેં પૂરી નિષ્ઠાથી પડકાર ઉઠાવી તો લીધો પણ બહુ જલ્દી સમજાઈ ગયું કે કેટલે વીસે સો થાય.
'હજી તો સક્કરપારા બનાવવા માટે લોટને બરોબર ફૂટવો પડશે.' કલકલ બનાવતાં બનાવતાં મારો દમ નીકળતો જોઇને મને થોડી હિંમત પૂરી પાડવા એમણે મને આગળનું આયોજન જણાવ્યું.
લોટ કુટવામાં ને કુટવામાં મારી કેડો રહી ગઈ ને હું હરખમાં આવીને ટેકો જાહેર કરવા બદલ મનોમન પસ્તાતો રહ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો