16 ઑગસ્ટ, 2014

લા વઘારેલા પત્તરવેલા.

શ્રાવણમાં સરવરિયા વરસતા હોય, ચારેકોર ભીની માટી મઘમઘતી હોય, સવારનું ખુશનુમા વાતાવરણ હોય ને નાસ્તામાં વઘારેલા પત્તરવેલા હોય તો ઘર છોડીને કામધંધે જવાનું મન ના થાય.

પરંતુ આ પત્તરવેલા બનાવવાનું કામ ભારે કડાકૂટ વાળું. હાથમાં છરીચપ્પુ ઝાલ્યા હોય એને જ એ સમજાય! પત્તરવેલના પાંદડાઓની રગો કાઢતા કાઢતા નાકે દમ આવી જાય. ઝીણવટથી પાન સાફ કર્યા પછી એમાં ચણાના લોટમાં ભેળવેલો મસાલો હળવા હાથે ચોપડવાનો ને પછી એ પાંદડાઓને વીંટો વાળીને એક રાગે બાંધવા પડે. વાત અહી પૂરી થતી નથી.

નિભાડામાં જેમ માટલા પકવીએ એમ આ પાનના વીંટાઓને ઉકળતા પાણીમાં બાફવા પડે. બરોબર બફાઈ ગયેલા આ વીંટાઓને ઠંડા કરીને કાપવા પડે ને છેવટે એને તલ નાખીને વઘારવામાં આવે ત્યારે તૈયાર થાય "લા વઘારેલા પત્તરવેલા".

નસીબ મારા એટલા પાધરા કે તથ્યની મા આવી કડાકૂટ હોંશે હોંશે કરે ને હું ને તથ્ય બેય એને અહોભાવે જોયા કરીએ. "લા વઘારેલા પત્તરવેલા" જેવા હાથમાં આવે કે અકરાંતિયાની જેમ તૂટી જ પડીએ.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...