કેળના છોડ પરથી કેળા ઉતારી લીધા પછી એના થડીયાઓનું કરવાનું શું ?
"મૂળસોતાં ઉખાડીને ક્યાંક ફેકી જ દેવાના હોય ને વળી! એથી બીજું વિશેષ કરી પણ શું શકાય ?"
વેલ, સામાન્ય ખેડૂત આવું જ વિચારે પણ એમબીએ થયેલો પ્રગતિશીલ ખેડૂત ત્યાં અટકી જતો નથી. એ વાંચે છે, સંશોધન કરે છે ને પછી એક ડગલું આગળ વિચારે છે કે કેળાના થડીયાને ફેકી દેવાને બદલે એમાંથી રેસા કાઢીને એનું કાપડ બનાવી શકાય, પેપર બનાવી શકાય અને હાથ બનાવટની કેટલીક હાથવગી અદભૂત ચીજવસ્તુઓ પણ બનાવી શકાય.
ઇક્ફાઈ યુનિવર્સીટીમાંથી એમબીએની ડીગ્રી મેળવ્યા પછી વોડાફોનના એચ આર ડીપાર્ટમેંટમાં કામ કરતા પ્રકાશ ફ્રાન્સિસને થોડા વર્ષો પહેલા મળ્યો ત્યારે કલ્પના પણ નહોતી કે આજ પાધરીયન યુવાન નજીકના ભવિષ્યમાં જ નોકરી છોડીને ખેતીને વ્યવસાયમાં પલટાવશે ને એથીય એક ડગલું આગળ વધીને વિદ્યાનગર જીઆઈડીસીમાં કેળાના થડમાંથી રેસા કાઢવાનું નાનકડું ઔદ્યોગિક યુનિટ પણ શરુ કરશે.
આજે એ વાત વાસ્તવિકતા બની ગઈ છે. ખેતીની સાથે સાથે પ્રકાશ પોતાના યુનિટમાં સતત હાજર રહીને ઉદ્યોગને વેગ આપવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે. સાથે સાથે આ જ રેસામાંથી પેપર અને અન્ય ચીજવસ્તુઓ બનાવીને વૈશ્વિક ફલક પર પહોંચવાના સ્વપ્નાંઓ પણ જોઈ રહ્યા છે.
પ્રકાશના એ સ્વપ્નાંઓ જલ્દીથી સાચા પડે એવી અંતરની અભિલાષાઓ !

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો