નવમી ઓગસ્ટના રોજ સવારે દસ વાગ્યા સુધીમાં સુરત શહેરમાં આવેલું ઇન્ડોર સ્ટેડિયમ ગુજરાતભરમાંથી આવેલા વિદ્યાર્થીઓની હાજરીથી ખીચોખીચ ભરાઈ ચુક્યું હતું. વાતાવરણમાં નીરવ શાંતિ હતી ને ચારેબાજુ ભારત વર્ષની મહાન અને વિદ્વાન વિભૂતિના આવવાના ભણકારા વાગી રહ્યા હતા. વિદ્યાર્થીઓની આંખો એ વિભૂતિની ગરીમાને છાજે એવી દમામદાર અને ચમકદાર રાજસિંહાસન જેવી સ્ટેજની વચોવચ મુકવામાં આવેલી ખુરશી ઉપરથી હટતી નહોતી. પ્રસંગ હતો સુરત શહેરની નામાંકિત સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલની સુવર્ણ જયંતીની ઉજવણીનો.
બરોબર સાડાદસ વાગ્યે અન્ય મહાનુભાવોની સાથે એ વિભૂતિ પધાર્યા ને સ્ટેજ ઉપર મુકવામાં આવેલી પેલી દમામદાર ખુરશી પર નજર પડતાની સાથે જ બાજુમાં રહેલા આચાર્યની કાનમાં ફૂંક મારીને વિનંતી કરી;"પેલી ખુરશીને મહેરબાની કરીને ત્યાંથી હટાવી લો તો મને ગમશે. હું પણ સામાન્ય માણસ જ છું." તાબડતોબ એમની સૂચનાનું અક્ષરશ: પાલન કરીને એ ખુરશીને હટાવીને ત્યાં સામાન્ય ખુરશી મુકવામાં આવી.
એ સામાન્ય ખુરશી પર બેસનાર
સામાન્ય માણસ હતા
આપણા લાડીલા ને આદરણીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડો. અબ્દુલ કલમ આઝાદ.
સામાન્ય માણસ હતા
આપણા લાડીલા ને આદરણીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડો. અબ્દુલ કલમ આઝાદ.
(સૌજન્ય: ફા.પેટ્રીક એસ.જે. - આચાર્યશ્રી, શાંતિનિકેતન હાઈસ્કૂલ, ઝંખવાવ.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો