"અસમાન જાતિનું પ્રમાણ" એ ભારતની મોટી સમસ્યાઓમાંની એક છે કારણ શૂન્યથી છ વર્ષની ઉમર સુધીના બાળકોમાં દર હજાર છોકરાઓએ છોકરીઓનું પ્રમાણ ભયજનક રીતે ઘટી રહ્યું છે. એનાં કારણો તપાસવાનો પ્રયત્ન કરીએ તો આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિબળોનો પ્રભાવ જોવા મળે છે.
ગુજરાતની વાત કરીએ તો પરિસ્થિતિ બહુ હરખાવા જેવી નથી. હરિયાણા અને ચંડીગઢ જેવા રાજ્યો પછી ભારતમાં આ બાબતમાં ગુજરાતનો નંબર પાંચમો આવે છે જેમાં ઉત્તર ગુજરાતમાં તો પરિસ્થિતિ કાબૂ બહાર છે. પુત્રપ્રાપ્તિની ઘેલછાને કારણે ઘણાબધા દંપતિઓ ભૃણહત્યા તરફ વળતા અચકાતા નથી. ઊંડા ઉતરીને તપાસ કરીએ તો જણાય છે કે આમાં ધાર્મિક માન્યતાઓ પણ જવાબદાર છે. પુત્રને 'કુળદીપક' ગણવામાં આવે છે અને અગ્નિદાહ આપવાનો અધિકાર પણ એને જ મળે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો