10 જૂન, 2014

દમ બિરિયાનીનો દમ.

રવિવારના શાહી ભોજનની શરૂઆત અમારે ત્યાં શનિવાર સાંજથી જ થાય. હું બિરિયાની માટેની કાચી સામગ્રી અને ધાણામસાલા બજારમાંથી ખરીદી લાવું ને અમારા 'માસ્ટર શેફ' એને સાફસૂફ કરીને આદુ લસણની પેસ્ટ લગાડીને 'મેરીનેટ' કરીને ફ્રીજમાં મૂકી દે.

રવિવારે સવારસવારમાં સહુથી પહેલા હું સાઈકલ લઈને છાપાંની દુકાને પહોંચી જાઉં ને મળે એટલા બધાય છાપા ભેગા કરી લાવું. ચા-નાસ્તો કર્યા પછી એ બધાયનો પથારો કરીને હું વાંચવા બેસું ને વચ્ચેવચ્ચે 'લસણ ફોલવું', 'કાંદા સમારવા' જેવી ક્રિયાઓમાં મારો હાથ પણ છૂટો કરી લઉં. બાકીની વિધિઓ જેવી કે મસાલો પીસવો, શાક વઘારવું, રોટલી બનાવવી ને ભાત બનાવવો વગેરે અમારા 'માસ્ટર શેફ' સંભાળે. વચ્ચે નાનકડો વિરામ લઈને અમે જીવરાજની લહેજતદાર ચાના ઘૂંટડા ભરીએ ને અલકમલકની વાતો પણ કરીએ. આમ ને આમ દમ બિરિયાની ક્યારે બની જાય એની ખબર પણ ન પડે.

આવી દમ બિરિયાની ખાધા પછી જે ઓડકાર આવે એ ઓડકારની લહેજત દુનિયાની કોઈ હોટેલ કે રેસ્ટોરાંમાં ક્યારેય માણવા ન મળે.

કારણ, એમાં "દમ" હોય છે પ્રેમનો, હૂંફનો  ને એકબીજા પ્રત્યેની લાગણીનો.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...