બાળપણમાં કાચબા અને સસલા વચ્ચેની દોડ હરિફાઈમાં સસલાની આળસને કારણે કાચબો જીતી ગયો હતો એ વાતથી તો આપણે સુપેરે પરીચિત છીએ જ. પરંતુ એ તો વાર્તાનો માત્ર પ્રથમ ભાગ જ હતો અને ત્યારપછી આજ વાતના ત્રણ ત્રણ ભાગ રચવામાં આવ્યા.
બીજા ભાગમાં ફરીથી બંનેએ દોડવાનું નક્કી કર્યું પરંતુ આ વખતે સસલાએ અક્કલ વાપરીને એક શરત મૂકી. એ શરત મુજબ દોડનો મોટાભાગનો રસ્તો ઘાંસિયા મેદાનમાંથી પસાર થતો હતો. સ્વાભાવિક છે કે કાચબો આ મેદાનમાં અટવાઈ જવાને કારણે સસલો આ શરત સહેલાઈથી અને સરળતાથી જીતી ગયો.
હવે વારો કાચબાનો હતો અને એ પણ એમ ગાંજ્યો જાય એમ થોડો હતો. આ વખતે એણે શરત મૂકીને મોટાભાગનો રસ્તો નદીનાળાવાળો પસંદ કર્યો ને વધારે પ્રયત્ન કર્યા વિના સસલાને હરાવી દીધો.
આમ હારજીતનું ચક્ર ચાલ્યા જ કરત પરંતુ છેવટે બંનેને સદબુદ્ધિ સૂઝી અને ખાસ્સા મનોમંથન ને વિચારવિમર્શને અંતે બંનેએ સાથે મળીને એવો રસ્તો પસંદ કર્યો જેમાં વચ્ચેવચ્ચે ઘાંસિયા મેદાન પણ આવે અને નદીનાળાં પણ આવે. અગાઉથી નક્કી કરેલી સમજૂતી અનુસાર જયારેજયારે ઘાંસિયું મેદાન આવે ત્યારેત્યારે સસલો કાચબાને પોતાની પીઠ ઉપર બેસાડી દે અને જયારેજયારે રસ્તામાં નદી કે નાળું આવે ત્યારેત્યારે કાચબો સસલાને પોતાની પીઠ ઉપર બેસાડી દે.
આમ અરસપરસની સમજણને કારણે બંને એક જ સમયે નિશ્ચિત કરેલી જગ્યાએ પહોંચી ગયા અને છેવટે બંને હરિફાઈ જીતી ગયા.