લેબલ ભાષા અને સંસ્કૃતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભાષા અને સંસ્કૃતિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

31 માર્ચ, 2014

રાગઅ રાગઅ, રાગઅ આયી જ્યું.

ભાલ શબ્દનો અર્થ કપાળ થાય છે આમછતાં આ શબ્દનો ઉલ્લેખ કરતાંવેંત આપણા મનમાં જે વાત પ્રથમ ઉપસી આવે છે એ છે ભાલિયા ઘઉં કારણ જગત આખાની ઘઉંની ૧૫ જાતોમાં ભાલિયા ઘઉંને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. એને ચાસિયા અથવા કોરાટના ઘઉં તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારના ઝાકળને કારણે જમીન ભીની થાય અને એ જમીનમાં પિયતનો બિલકુલ ઉપયોગ કર્યા વગર જે ઘઉં પાકે એ ઘઉં કોરાટના ઘઉં કહેવાય છે એની મીઠાશ જેણે આ ઘઉંની રોટલી ખાધી હોય એ જ જાણે.

ભાલના માત્ર ઘઉં જ મીઠાશથી ભરપૂર છે એમ રખે માની લેતા ત્યાંના લોકો પણ એટલા જ મીઠડા છે ને સાથેસાથે એમની બોલી એટલે જાણે સોનામાં સુગંધ ભળી. એમની આ મીઠી બોલીમાં કાઠિયાવાડની જેમ હજી પણ એવા જૂના ગુજરાતી શબ્દો અને શબ્દપ્રયોગોનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે જે આપણે ત્યાં લગભગ નામશેષ થઇ ગયા છે. 

છ એક મહિના પહેલાં આવા આ ભાલના એક ગામડામાં ઘરોબો ધરાવતા પરિચિત વડીલની મુલાકાત થઇ હતી. આંગણે આવેલા અતિથિને ચાપાણી કર્યા વિના જવા દેવાય જ નહિ એવી પરંપરાને કારણે મારે અડધોએક કલાક એમને ત્યાં રોકાવું પડ્યું. કડકમીઠી ચા પીતા પીતા એમણે એમનું હૈયું ઠાલવી દીધું ને છેવટે ન રહેવાયું એટલે નવપરણિત દીકરાની વાત પણ ભારે હૈયે જણાવી. દીકરાનું લગ્ન થયે હજી તો માંડ છ મહિના થયા હતા ને હવે એજ લગ્ન ગમ્યઅગમ્ય કારણોસર ભાંગી પડવાને આરે આવીને ઉભું હતું. કમનસીબે,  એ ઘડીએ તાત્કાલિક તો હું એમનો ભાર હળવો કરી શક્યો નહોતો પરંતુ "નાહકની ચિંતા કરશો નહિ. સમય વીતશે એટલે બધું ઠીક થઇ જશે." એમ કહીને માત્ર હૈયાધારણા જ બંધાવી શક્યો હતો.

ગઈકાલે પ્રસંગોપાત ફરી એમને મળવાનું થયું એટલે વિસરાઈ ગયેલી એ વાત યાદ આવી ગઈ. "ઘેર બધા હારા છ ?" એમને મળતાવેંત મેં ઉમળકાભેર ખબરઅંતર પૂછ્યા."ઓવ ઓવ, ઉપરવાળાની કુરપા છ." એમણે હોંશે હોંશે જવાબ આપ્યો.
"દીકરો હારો છ ન ?" દીકરાની વાત નીકળતાંવેંત એ આનંદવિભોર થઇ ગયા ને કહેવા લાગ્યા;"લે એ......એન વળી શું થવાનું? એય ઘોડાની ઘોડ્ય મસ્ત થઇન ફર છ."
"એની પેલી વાતનું પછી ચેવું ?" એમના દીકરાનું પછી શું થયું એ વાત જાણવામાં મને વધારે રસ હતો.
"રાગઅ રાગઅ, રાગઅ આયી જ્યું." હસતાં હસતાં એમણે મને જવાબ આપ્યો ને પછી ઉમેર્યું ;"અવ તો વહુન હારા દા'ડા જાય છ."

એમનો આ જવાબ સાંભળીને મને ખૂબ આનંદ થયો. દીકરાની વાત રાગે પડી ગઈ અને એને ઘેર પારણું બંધાવાનું છે એ વાતનો આનંદ તો ખરો જ છોગામાં એમણે જે બે અલંકારિક શબ્દપ્રયોગો કર્યા એ પણ વારંવાર સાંભળવાના ગમે એવા. પહેલો શબ્દપ્રયોગ; 'રાગે રાગે' એટલે ધીમે ધીમે અને બીજો,'રાગે આવવું' એટલે મનમેળ થવો.

આ બેય શબ્દપ્રયોગો જયારે ભેળા થાય ત્યારે ગામઠી બોલીમાં "રાગ" શબ્દ ત્રણવાર સાથે મળીને શબ્દ અલંકારનો મધુર ટંકાર કરતા જાય. 

25 ઑગસ્ટ, 2013

વાઘના વાછડા આમુ આદિવાસી રા.

વાઘના વાછડા આમુ આદિવાસી રા.

ધરતી આમા, અંબર આમા
બધો જ આમો રા.

નોઈ આમા, ડોગા આમા
બધો જ આમો રા.

જંગલ આમા, ઝાડપાન આમા
બધો જ આમો રા.

માંડા ખાનારા આમુ આદિવાસી રા.


આદિવાસી વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરતી વખતે  ઉપરોક્ત ગીત સહસા મારે હોઠે ને હૈયે આવ્યા વિના રહેતું નથી. ગીતના રચયિતાએ સભાનપણે એવા અર્થપૂર્ણ શબ્દો મૂક્યા છે કે આ ગીત ગાતી વેળાએ આનંદ અને ગૌરવની લાગણી ન પ્રવર્તે તો જ નવાઈ!

અમે આદિવાસીઓ વાઘ જેવા છીએ. અહી વાઘ શબ્દનો સ્થૂળ અર્થ નહિ બલ્કે પ્રતિકાત્મક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો અર્થ થાય; અમે પણ વાઘની જેમ નીડર, મજબૂત અને સાહસિક છીએ. જેમ જેમ આગળ વધીએ એમ એમ આદિવાસીઓની ઓળખ અને અસ્મિતા છતી થતી જાય છે. 

આ ધરતી, આકાશ, નદીનાળા, ઝરણાં, પર્વતો, જંગલ અને ઝાડપાન અમારા છે . ટૂંકમાં અમે આ સૃષ્ટિના માલિક છીએ.

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...