26 એપ્રિલ, 2013

હાળાંઓને જેલમાં બે દા'ડા વધારે ગોંધી રાખવા જોઈએ.

ઝુપડપટ્ટીઓમાં વસતા અને શહેરમાં રખડતા અને રઝળતા બાળકો માટેના સમર કેમ્પના પ્રચાર અને પ્રસાર અર્થે અમે શહેર આખામાં ફરી રહ્યા છીએ. એજ હેતુથી અમે કાયદાના રખેવાળોની પણ મુલાકાત લીધી. સાહેબે અમારું  'બ્રોશર' હાથમાં લીધું, વિગતે વાંચ્યું ને ત્વરિત પ્રતિભાવ પણ પાઠવ્યો; "ખૂબ ઉમદા અને તાતી જરૂરિયાતવાળું કાર્ય છે આમ છતાં મારી તમને એક સલાહ છે."

"જો બની શકે તો શહેરની ફલાણા વિસ્તારની ઢેકણી કમ્યુનીટીના બાળકોનો હાથ ક્યારેય ના પકડતા કારણ એમના માવતર જ વંઠી ગયેલા છે. ચોરી, લૂંટફાટ અને કાઠા કબાલા કરવા એ એમના લોહીમાં છે. બાપ એવા બેટા એ ન્યાયે એમના જણેલાઓય એમનાથી ચાર ચાસણી ચઢે એવા હોય છે . લાગ મળે ત્યારે ખિસ્સા કાતરવા જેવી પ્રવૃતિઓમાં હાથ અજમાવી લે છે. મારું ચાલે તો હાળાંઓને જેલમાં બે દા'ડા વધારે ગોંધી રાખું તો જ એમની શાન ઠેકાણે આવે."

મુલાકાત તો ઝડપથી પૂરી થઇ પણ એક પ્રશ્ને હજી સુધી મારો કેડો નથી મેલ્યો; "દ્રષ્ટિકોણ બદલવાની કે સુધરવાની ખરેખર કોને તાતી જરૂર છે?"

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...