19 મે, 2013

ચેસ, ચાયણાં, સાપસીડી, તથ્ય, સંગીતા ને હું.


પાંચ વર્ષના લગ્નજીવનની ફળશ્રુતિ એટલે ચાર વર્ષના દીકરા સાથે અમારું ચેસ, ચાયણાં ને સાપસીડી રમવું. આ રમતો રમતાં રમતાં અમે એકબીજાની સાથે રહેવાનો આનંદ માણી શકીએ છીએ.
 
દરેક સંબંધને "એક્સપાયરી ડેટ" હોય છે એની પૂરેપૂરી સભાનતા સાથે અમે જીવનને માણવાનો પ્રયત્ન કરીએ છીએ. ભૂતકાળને ફંફોસવાની કે ભવિષ્યની પળોજણમાં પડવામાં સમય વેડફવો નથી.  ભાગંભાગ, પકડાપકડી ને દોડાદોડી કરતાં રહીને હાંફી મરવું એનાં કરતાં ઠરીને બેસીને નિરાંતે જીવનનો આનંદ મેળવવામાં વધારે મજા છે.

ઇચ્છાઓ, મહેચ્છાઓ, આકાંક્ષા, મહત્વાકાંક્ષાઓને અભરાઈ પર ચડાવી દીધી છે ને સુખ દુખ, સફળતા નિષ્ફળતાની અમને દરકાર નથી. આમ જુઓ તો આ બધુંય સાપેક્ષ છે.
 
લગ્ન જીવનમાં સાથે હોવું, સાથે રહેવું એ વધારે જરૂરી અને અગત્યનું છે. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...