1 જૂન, 2013

ફોટોગ્રાફીમાં એ કાઠું કાઢે તો નવાઇ નહિ !

"આ ટાબરીયો શું ફોટા પાડવાનો હતો !"
"ઓ હો હો હો! જુઓ તો ખરા તો દેડકાના ફોટા પાડે છે !"
"હજી ડેંટું તો ખર્યું નથી ને નીકળી પડ્યો કેમેરો લઇને !"

લગ્નની બેઠકમાં બેઠેલા સહુની નજર સવાચાર વર્ષના એક બાળક પર સ્થિર થઈ ગઈ હતી. કેટલાકને હસવું આવતું હતું તો કેટલાક ને આશ્ચર્ય થતું હતું. કેટલાક એની ગતિવિધિઓ પર નજર માંડીને બેઠા હતા તો કેટલાકને મજાક મશ્કરી સૂઝતાં હતા.

ખેર, બધાથી લેમાત્ર વિચલિત થયા વિના એણે પાણીના ટબ નીચે બેઠેલા દેડકા ભણી નજર માંડી ને પૂરી હિંમત ને આત્મવિશ્વાસથી કેનનો ભારેખમ કેમેરો હાથમા લીધો ને એની પટ્ટીને જમણા હાથના કાંડાંમાં ભરાવી. બે પગ પહોળા કરીને ઘુંટણેથી સહેજ નમાવ્યા. શરીરને પણ કમરેથી સહેજ વાંકું વાળ્યું ને સ્ક્રીન પર દેડકાને બરોબર મધ્યમાં ગોઠવ્યો ને પછી જાણે ફોટોગ્રાફી ગળથૂથીમાં  ન મળી હોય એમ પ્રૉફેશનલ ફોટોગ્રાફરની અદાથી ફટાફટ ક્લિક કરવામાં મશગૂલ થઈ ગયો.


એની કોઠાસૂઝ ને હિંમત ભાળીને દેડકો પણ ખાસ્સીવા સુધી નવવધુની જેમ શરમાતો શરમાતો ચુપચાપ બેસી રહ્યોજાનૈયાઓ સહુ મોંમાં આંગળા નાંખીને એની આવડતને બીરદાવતા હતા ત્યારે એનો બાપ દીકરો જાણે મગરમચ્છના ફોટા પાડતો હોય એટલા ગર્વથી પોરસાતો હતો ને મનમાં ને મનમાં વિચારતો હતો કે "વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી"માં આવડો આ કાઠું કાઢે તો નવાઇ નહિ!

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...