1 ઑક્ટો, 2013

છાકો પાડવાની એકપણ તક જવા દેવાય ખરી !

શૈક્ષણિક સેમિનારમાં ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને "ભાગ મિલ્ખા ભાગ" જેવી અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી ફિલ્મ સાંજે બતાવ્યા પછી બીજા દિવસે એનું મુલ્યાંકન કરવામાં આવ્યું.

તમને આ ફિલ્મમાંથી શું પ્રેરણા મળી ?

"સંઘર્ષ કરવાથી જીવનમાં સફળતા મળે છે." "કોઈપણ સંજોગોમાં હિંમત ન હારવી જોઈએ" "ભગવાન એક દરવાજો બંધ કરે તો બીજો ખુલ્લો જ રાખે છે." ઘણા વિદ્યાર્થીઓએ ટૂંકમાં અપેક્ષિત જવાબો આપ્યા.

"સર, ઓસ્ટ્રેલિયા  જવાની તક મળે." એક વિદ્યાર્થીએ પોતાનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું.
"ફાઈન, મહેનત કરવાથી વિદેશ જવાની એટલે કે આગળ વધવાની તક મળે." વિદ્યાર્થીની વાતને મેં અનુમોદન આપ્યું. આ ઓસ્ટ્રેલિયા જવાની વાત સાંભળીને પાછળ બેઠેલા બે વિદ્યાર્થીઓના આંખ અને કાન ચમક્યા ને હજુ તો એમને બોલવાની તક મળે એ પહેલા જ ઉભા થઈને જાહેર કર્યું;
"સર, મહેનત કરવાથી સૂરા મળે." એની વાત સમજતો હોવા છતાં વાત આડે પાટે ન ચઢે એથી મેં ન સંભાળવાનો ઢોંગ કર્યો ;"શું ?"
"સર, સૂરા સૂરા ...મદીરા ....શરાબ ....." અવાજ વધારીને એણે વાત સ્પષ્ટ કરવા બે સમાનર્થી શબ્દો પણ આપી દીધા.
"અને સુંદરી પણ ..." હજી તો પહેલો એની વાત પૂરી કરે એ પહેલા બીજાએ ધીમા અવાજે ડબકું મૂક્યુ.
સૂરા અને સુંદરીની વાત સાંભળીને હોલ આખામાં ખડખડાટ હાસ્ય પ્રવર્તી ગયું.

"મિત્રો એને પ્રેરણા કહીશું કે પ્રલોભન ?" મેં વાતને વાળવાનો પૂરો પ્રયત્ન કર્યો પરંતુ સૂરા ને સુંદરીની વાતોના પ્રભાવમાં મારો એ પ્રશ્ન બહેરા કાનોએ અથડાઈને પાછો પડ્યો.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...