સામાન્યજણ દેખીતા કારણોસર કાળા, ધોળા અને ખાખી ડગલાથી સલામત અંતર રાખવામાં માને છે ને હું પણ એમાંથી બાકાત નથી. પરંતુ ગઈકાલે અનિવાર્ય કારણોસર શહેરના જાણીતા ધોળા ડગલાવાળા ફીજીશિયનની મુલાકાત લેવી પડી.
એમની કેબીનમાં અંદર પ્રવેશતાવેંત આદત મુજબ "ગુડ મોનીંગ" કહીને મેં એમનું અભિવાદન કર્યું ને હસ્તધૂનન માટે હાથ લાંબા કર્યા. એમણે પણ મારું અભિવાદન કર્યું અને હસ્તધૂનન માટે હાથ લંબાવીને જેવું મારા ચહેરા સામે જોયું કે એમના મુખેથી અશ્ચયથી "તમે ......." એમ માત્ર એક જ શબ્દ નીકળ્યો ને પછી ટ્યૂબલાઈટના સ્ટાટરની જેમ એમના આંખની પાંપણો બે ત્રણ વાર ફરકીને પછી થોડી વાર માટે સ્થિર થઇ ગઈ અને એમનું મોઢું જાણે આખો લાડવો અધવચ્ચે ફસાઈ ન ગયો હોય એમ પહોળું થઇ ગયું.

"તમે .... તમે સંજયભાઈના ભાઈ તો નહિ ને !" ડોક્ટર હજી વિસ્મયની દુનિયામાંથી બહાર આવ્યા નહોતા. તાળો મેળવવા એમણે ફાઈલ પરનું નામ ચેક કર્યું ને પછી અકથ્ય આનંદથી હાથ જોઇને ભવિષ્ય જોઈ આપતા જ્યોતિષની પેઠે એકધાર્યું બોલવા માંડ્યું: "કદ અને ઊંચાઈમાં સહેજ તફાવત, ઝીણા વાળ રાખવાની 'સ્ટાઈલ' એની એજ , ચહેરા પરના હાવભાવ બિલકુલ સરખા ને વાણીવર્તણૂકમાં મીનમેખનો ફેર નહિ."
"બેસો બેસો. સૌથી પહેલા તો તમારી પાસેથી "કન્સલ્ટેશન ફી" મારાથી ન લેવાય." આશ્ચર્ય પામવાનો વારો હવે અમારો હતો.
"બીજું, હવે પછી ક્યારેય તમારે ફી આપવી નહિ." ફાઈલ ઉપર એમણે મોટા અક્ષરે "નો કન્સલ્ટેશન ફી" લખ્યું.
"ત્રીજું, મને મળવા માટે તમારે રાહ જોવાની જરૂર નથી." અમે બંને તો આભા થઇ ને એમને તાકી રહ્યા કારણ અમારો એમની સાથે કોઈ ઋણાનુંબંધ નહોતો.
"આણંદમાં આવ્યો ત્યારથી હું સંજયભાઈને ઓળખું છું ને છેલ્લા આઠ વર્ષોથી એમની સાથે ઘરોબો છે." ડોકટરે અમને આપેલા બહુમાનનું રહસ્ય છતું કરવા માંડ્યું.
એમનાં મુખેથી છેલ્લું વાક્ય સાંભળીને મારામાં શેર લોહી ચઢી આવ્યું ને છાતી ગજગજ ફૂલવા માંડી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો