ચારેકોર પંખીઓ ચેહ્ક્યા
જાણે એના આગમનને વધાવતા ના હોય !
એનો જન્મ ખંભાતની જનરલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં થયેલો,
કારણ એનો બાપ ફેસબુકનો માલિક નહોતો.
એના જન્મના એક કલાક પછી આધેડ વયના નર્સ બહેને મને રૂબરૂ બોલાવીને
જાંચપડતાલ શરુ કરી. મારું અને એની માના નામ સરનામાં સુધી બધુંય સમું
ઉતર્યું. પણ પછી વાત આવી બાળકની.
બાળકનું નામ?
"બાબો" હંગામી ધોરણે એમણે જાતે જ લખી દીધું.
બાળકનો ધર્મ ?
"બાળકને કદી ધર્મ હોય ખરો?" જવાબ આપવાને બદલે મેં પ્રતિ સવાલ કર્યો એટલે એમનો પિત્તો આસમાને જઈ પહોંચ્યો.
"રાખો ખાનું ખાલી. તમે ને હું કોણ એનો ધર્મ નક્કી કરનારા? સમજણો થશે ત્યારે એ જાતે જ નક્કી કરશે." બળતામાં મેં ઘી હોમી દીધું હતું.
"આવું તો કઈ હોતું હશે ? બાળકના માબાપનો તો કોઈ ધરમ તો હોય ને ! " બહેને અવાજ મોટો કરીને આખો વોર્ડ માથે લઇ દીધો. જોત જોતામાં આ વાત આખા દવાખાનામાં દાવાનળની જેમ પ્રસરી ગઈ.
"એક એવા બાળકનો જન્મ થયો છે જેનો કોઈ ધર્મ નથી."

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો