4 જાન્યુ, 2014

ઓપરેશન કરાવી લો.


બે દિવસીય સેમિનારમાં હું વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓને પાનો ચઢાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વાત હતી સ્ત્રી પુરુષ સમાનતાની. મેં શરૂઆત કરી સમાજમાં સ્ત્રીઓને સન્માન ને સ્વીકૃતિની વાતોથી.

"સ્ત્રી એટલે માતૃત્વ અને માતૃત્વ એટલે પૂર્ણત્વ. આવું સદભાગ્ય પુરુષોને નથી સાંપડ્યું. " બોલતા બોલતા હું ભાવ વિભોર થઇ ગયો અને સરે આમ જાહેર કર્યું; "માતૃત્વની વાત આવે ત્યારે મને સ્ત્રીઓની સહજ ઈર્ષ્યા થાય છે. ઘણી વાર એમ લાગે છે કે સર્જનહારાએ મને પણ સ્ત્રી બનાવી હોત તો કેવું સારું !"

એક ચબરાક વિદ્યાર્થી ટાંપીને જ બેઠો હતો. જેવું મેં વાક્ય પૂરું કર્યું કે તરત જ એણે હળવા અવાજે 'ટ્વીટ' કર્યું; "ઓપરેશન કરાવી લો, હજુ મોડું નથી થયું." એનો ગર્ભિત ઈશારો લિંગ પરિવર્તન તરફ હતો એ સમજાતા જ હોલ આખામાં હાસ્યનો ગડગડાટ છવાઈ ગયો.














ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...