29 ઑગસ્ટ, 2018

ભગવાનનો દૂત.

‘પનામારમ’ ગામથી બે કિલોમીટર દૂર રહેતા બાવન વર્ષના એમ.એ.ચાકોની ઊંઘને છેલ્લી ચાર રાતોથી અનરાધાર વરસી રહેલા વરસાદે વેરણછેરણ કરી મૂકી હતી. આજે પાંચમી રાત હતી. જો આમ ને આમ વરસાદ ચાલુ રહે તો બાજુમાં વહી રહેલી કાબીની નદીના કારણે ગામમાં પૂર આવવાની શક્યતા હતી. આમ વિચારીને ગામના ૧૨૦ કુટુંબો જયારે ભર નિંદ્રામાં હતા ત્યારે ચાકો આજની રાતે પણ ઉજાગરો વેઠી રહ્યા હતા. 

વહેલી પરોઢે બે વાગ્યે, ચાકોનો એ અંદેશો સાચો પડ્યો ને ધસમસતા પાણી ગામને ઘેરી લે એ પહેલાં ચાકોએ ગામ ભણી દોટ મૂકી. ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવીને ગામ લોકોને ભર ઊંઘમાંથી જગાડ્યા અને એમને સલામત સ્થળે લઇ જવા માટે વાહનો તથા ઢોર ઢાંખર માટે હોડીઓની વ્યવસ્થા પણ કરાવી. બધા જ લોકો સલામત સ્થળે પહોંચી ગયા છે એની ખાતરી કર્યા પછી ચાકોએ સલામત સ્થળ ભણી બે હાથ લંબાવીને તરવાનું શરૂ કર્યું. 

ભગવાનના દૂત જેવા ચાકો જો એ રાત્રે ગામમાં ના આવ્યા હોત તો નદીનું ધસમસતું પાણી ગામલોકો પર કાળ બનીને ત્રાટક્યું હોત કારણ કે, ‘બનાસુરા સાગર’ નામના ડેમમાંથી પાણી છોડતા પહેલાં નઘરોળ તંત્રએ આજુબાજુના ગામડાંઓમાં ચેતવણી આપવાની કાળજી પણ રાખી નહોતી. 


(સૌજન્ય: ભાનુજ કપ્પ્લ, લાઈવ મીંટ)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...